VIDEO: જેતપુર નવાગઢ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: સદનસીબે તમામ મુસાફરોનો બચાવ
સોર્સ : gstv
રાજકોટના જેતપુરના નવાગઢ રોડ પર વળાંક પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢ-બીલીમોરા રૂટની એસટી બસના ચાલકે વળાંક પાસે આગળ જઈ રહેલી કારના પાછળના ભાગે ટક્કર મારી હતી. ટક્કર થતાં કારને નુકસાન થયું હતું અને ઘટનાસ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. કારમાં સવાર ત્રણ લોકો અને એસટી બસમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

