VIDEO: જેતપુર તાલુકામાં ભેળસેળયુક્ત 5,400 લિટર દૂધના જથ્થાનો કરાયો નાશ, એક શખ્સની અટકાયત
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા વિસ્તારમાં શંકાસ્પદ 5,400 લિટર દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહેલા દૂધ ભરેલા ટેન્કરને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ટેન્કર સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટેન્કરમાંથી અંદાજે ₹2.70 લાખ કિંમતનું શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે દૂધના સેમ્પલ લઈને પ્રાથમિક તપાસ કરતાં દૂધ ભેળસેળયુક્ત અને માનવ ઉપયોગ માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું. ત્યારબાદ નિયમ મુજબ સમગ્ર જથ્થાનો નાશ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

