Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In the Jetpur Government Hospital, a mobile phone in the pocket of a young man with a patient exploded

VIDEO: જેતપુર સરકારી હોસ્પિટલમાં દર્દી સાથેના યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા અફરાતફરી

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટની જેતપુર સરકારી હોસ્પિટલમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દી સાથેના યુવકના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો. ગભરાઈ ગયેલા યુવકે  મોબાઈલ ફોનને બહાર કાઢી જમીન પર ફેંકી દીધો હતો. ત્યાં હાજર લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક પાણી છાંટીને આગને કાબૂમાં લીધી હતી. આ આકસ્મિક ઘટનાને કારણે થોડા સમય માટે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી..

App Store