Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Accident at Rajkot Municipal Corporation's Matki Phod program, Govind falls from a height

VIDEO: રાજકોટ મનપાના મટકી ફોડ કાર્યક્રમમાં અકસ્માત, ઊંચાઈ પરથી ખાબક્યો ગોવિંદ

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે. મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગોવિંદાઓની ટીમ દ્વારા ઊંચાઈ પર ચઢીને મટકી ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન એક ગોવિંદ અચાનક ઊંચાઈ પરથી નીચે ખાબક્યો હતો.

App Store

ઘટનાને પગલે કાર્યક્રમ સ્થળે હાજર લોકોમાં દોડધામ મચી હતી. નીચે પટકાતા ગોવિંદને ઇજા પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત ગોવિંદને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ગોવિંદને સામાન્ય ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ આયોજકો અને ઉપસ્થિત લોકો દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં ગંભીર ઇજા કે જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.