VIDEO: રાજકોટ લોકમેળો: તમામ ૩૪ યાંત્રિક રાઈડને તંત્ર દ્વારા મળી મંજૂરી, લોકોમાં ખુશીનો માહોલ છવાયો
સોર્સ : gstv
રાજકોટનો લોકમેળો શરૂ થયાના ચોવીસ કલાક બાદ આખરે તમામ ૩૪ યાંત્રિક રાઈડ્સને મંજૂરી આપવામાં આવી છે. સિટી રાઈડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટી દ્વારા ઝીણવટભરી ચકાસણી પૂર્ણ કર્યા બાદ તમામ રાઈડ્સને લીલી ઝંડી અપાઈ છે. અગાઉ મંજૂરી ન મળવાને કારણે મુલાકાતીઓમાં નારાજગી પ્રવર્તતી હતી, પરંતુ હવે મોટું ચકડોળ, નાવડી અને બ્રેક ડાન્સ જેવી આકર્ષક રાઈડ્સ શરૂ થવાની મંજૂરી મળતા મેળાની રંગત બમણી થઈ ગઈ છે. આ નિર્ણયથી નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડશે.

