VIDEO: રાજકોટમાં રેકડી-ફેરિયાઓ માટે સ્પેશિયલ વોકર ઝોન બનશે
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કુલ 42 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મેયર નેહલ શુક્લે મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી. જનરલ બોર્ડમાં બે મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. હવે રસ્તા પર રેકડીઓ ઉભી રાખવા દેવામાં નહીં આવે અને રેકડીઓ તથા ફેરિયાઓ માટે સ્પેશિયલ વોકર ઝોન જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પાણી વેરામાં વ્યાજને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. પાણી વેરામાં મુદ્દલ રકમથી વધુ વ્યાજ વસૂલવામાં નહીં આવે. લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

