Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 4 lakh death notes to be uploaded on CRS portal by RMC by October 2026

VIDEO: RMC દ્વારા CRS પોર્ટલ પર 4 લાખ મરણ નોંધ ઓક્ટોબર 2026 સુધીમાં અપલોડ થશે

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા CRS પોર્ટલ પર અંદાજે 4 લાખ મરણની નોંધો અપલોડ કરવાની બાકી હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય સરકારનું આ પોર્ટલ 1 સપ્ટેમ્બર 2025થી કાર્યરત થયું છે, જેમાં હાલ જન્મની નોંધો અપલોડ કરવાની કામગીરી ચાલી રહી છે. જમીન-મકાનના વારસાઈ હક, ઇન્સ્યોરન્સ ક્લેમ તેમજ આધારકાર્ડમાં સુધારા માટે APK વેરિફિકેશન બાદ મરણના દાખલાની ખાસ જરૂરિયાત રહે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2025 બાદની જન્મ-મરણ નોંધો હાલ માન્ય ગણાય છે. જન્મ-મરણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ પી.ડી. જોષીના જણાવ્યા અનુસાર સમગ્ર ડેટા અપલોડ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને ઓક્ટોબર 2026ના અંત સુધીમાં તમામ મરણ નોંધો CRS પોર્ટલ પર સફળતાપૂર્વક અપલોડ કરી દેવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsrajkotrmc