Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : RMC's health wing in action mode, 'one-day-one-ward' campaign launched to fight epidemics in monsoon

VIDEO: ચોમાસામાં રોગચાળો નાથવા RMCની આરોગ્ય શાખા એક્શન મોડમાં, 'વન-ડે-વન-વોર્ડ' ઝુંબેશ શરૂ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ચોમાસા દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કેસોમાં વધારો નોંધાતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે. રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરએમસી દ્વારા 'વન-ડે-વન-વોર્ડ' વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ માસ દરમિયાન 160થી વધુ ટીમો ઘરો, શાળાઓ, બાંધકામ સાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં ભરાયેલા પાણીની તપાસ કરશે. જ્યાં મચ્છરના બ્રિડિંગ સ્થળો મળશે ત્યાં સ્થળ પર જ નાશ કરવામાં આવશે અને જવાબદારો સામે નોટિસ તેમજ દંડ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

App Store