VIDEO: Rajkotમાં વેપન કાર્ટેલ કેસમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા, 3 પિસ્ટલ અને કારતૂસ જપ્ત
સોર્સ : gstv
રાજકોટ પોલીસ કમિશનરેટની PCB બ્રાન્ચે વેપન કાર્ટેલ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. તાજેતરમાં ઝડપાયેલા હથિયાર કાર્ટેલ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓ આરીફ પઠાણ અને જયપાલ ડેડાણીયાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ પાસેથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ અને બે જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરીફ પઠાણ સામે અગાઉ ૧૦ જેટલા ગુનાઓ, જ્યારે જયપાલ ડેડાણીયા સામે ૩ ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં અત્યાર સુધીમાં PCB બ્રાન્ચ કુલ ૨૧ હથિયારો જપ્ત કરી ચૂકી છે. પોલીસનું માનવું છે કે, તપાસ આગળ વધતાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ આરોપીઓ અને હથિયારોનો પર્દાફાશ થઈ શકે છે.

