Rajkotમાં આંધ્રપ્રદેશથી ભણવા આવેલી 19 વર્ષીય વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

સોર્સ : gstv
રાજકોટથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં આંધ્રપ્રદેશની વતની એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ 10મા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ યુવતીનું નામ અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા હોવાનું સામે આવ્યું છે.
લગભગ સવારના 10 વાગ્યે આ ઘટના બની હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં રાજકોટના કુવાડવાની પોલીસ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહને કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ મૃતક વિશે તેના પરિવારને જાણ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ વિદ્યાર્થીની મારવાડી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI આધારિત કોર્ષ કરી રહી હતી. તે હાલમાં બીજા વર્ષમાં ભણી રહી હતી. જોકે તેણે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે હાલ પૂરતી કોઈ માહિતી સામે આવી નથી.

