Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 113 crore works approved in the standing meeting of the Municipal Corporation

VIDEO: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠકમાં 113 કરોડના કામોને મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસલક્ષી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં કુલ 113 કરોડ રૂપિયાના ખર્ચની 18 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જોકે, લાખાજીરાજ શાક માર્કેટના અંદાજે 5 કરોડ રૂપિયાના નવીનીકરણ પ્રોજેક્ટને ખર્ચ વધુ હોવાનું જણાવી નામંજૂર કરવામાં આવ્યો છે. કમિટીએ અધિકારીઓને ઓછા ખર્ચ સાથે નવું એસ્ટિમેટ તૈયાર કરી ફરી દરખાસ્ત રજૂ કરવા સૂચના આપી છે. સાથે જ ચોમાસામાં વરસાદથી ખરાબ થતા રસ્તાઓના ખાડાઓના તાત્કાલિક સમારકામ માટેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News