Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Local people reached the Commissioner's Office of the Municipal Corporation and filed a protest against the improper operation of the Surendranagar Road.

VIDEO: સુરેન્દ્રનગર રોડરસ્તાની અયોગ્ય કામગીરીને લઈને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની કમિશ્નર ઓફિસમાં પહોંચી વિરોધ નોંધાવ્યો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર શહેરના સતવારા પરા વિસ્તારમાં રોડરસ્તાની અયોગ્ય કામગીરીને લઈને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની કમિશ્નર ઓફિસમાં પહોંચી વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં લેવલ વગરના રોડ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વરસાદી પાણી સીધું ઘરોમાં ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને યોગ્ય લેવલ સાથે રોડ બનાવવા સતત માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વોર્ડ એન્જિનિયર દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યાનો પણ આક્ષેપ થતા રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તમામ રોડરસ્તાના કામો યોગ્ય રીતે અને ગુણવત્તાસભર રીતે કરવા માટે તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. સમગ્ર મામલે વિસ્તારમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store