VIDEO: પ્રેસ-મીડિયાની આડમાં કરોડોની ઠગાઈ આચરનાર ભેજાબાજ રાજેન્દ્ર ચૌધરી ઝડપાયો
સોર્સ : gstv
સુરતમાં પ્રેસ અને મીડિયા ચૅનલના તંત્રી તરીકે ઓળખ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપી રાજેન્દ્ર ચૌધરીની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ અખબારમાં SMCમાં નોકરીની જાહેરાત આપી ૧૬ લોકો પાસેથી રૂ. ૩.૪૨ કરોડ પડાવ્યા હતા. આ સિવાય BRTS રૂટની રેલિંગનો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને રૂ. ૧.૮૪ કરોડ અને અડાજણમાં મકાન અપાવવાના નામે રૂ. ૨.૪૪ કરોડની ઠગાઈ આચરી હતી. આ સમગ્ર કરોડો રૂપિયાના ફ્રોડ મામલે સુરત કોર્ટે આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

