VIDEO: પોરબંદર કોસ્ટગાર્ડનું સમુદ્રના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
સોર્સ : gstv
પોરબંદર કોસ્ટગાર્ડે સમુદ્રમાં એક યુવાનનું જીવન બચાવીને ઉત્તમ રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. વ્યાપારી કાર્ગો જહાજ મુરલી કિશન પોરબંદર સમુદ્રમાંથી પસાર થતું હતું ત્યારે તેના ૨૧ વર્ષીય ક્રુ મેમ્બરને છાતીમાં તીવ્ર દુખાવો થતાં તેની તબિયત લથડી ગઈ હતી. જહાજના સંચાલકે MRCC મુંબઈનો સંપર્ક કરતાં MRCCએ ગુજરાત કોસ્ટગાર્ડને તાત્કાલિક સૂચના આપી. પોરબંદર કોસ્ટગાર્ડે તરત જ હેલિકોપ્ટર મોકલીને યુવાનને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાં બેસાડી કિનારે લાવ્યો. ત્યારબાદ યુવાનને તાત્કાલિક મેડિકલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કોસ્ટગાર્ડની ત્વરિત કાર્યવાહીથી યુવાનનો જીવ બચી ગયો છે.

