VIDEO: પોરબંદર સુદામા લોકમેળા ૨૦૨૬ અર્થે પોલીસ તંત્ર સજ્જ: ટ્રાફિક અને સુરક્ષા યોજના જાહેર
સોર્સ : gstv
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો ૨૦૨૬'ના સુવ્યવસ્થિત આયોજન માટે મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી ની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી હતી. મેળાની સુરક્ષા અંગે જિલ્લા પોલીસ વડા એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૩ ડીવાયએસપી, ૧૧ પીઆઈ અને ૪૧ પીએસઆઈ સહિત ૮૯૭ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત રહેશે. સુરક્ષા માટે ૫ વોચ ટાવર, ૭૨ પાર્કિંગ સીસીટીવી, ૩૦ બોડી વોર્ન કેમેરા, શી ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડ સક્રિય રહેશે. વાહન વ્યવહાર માટે ૧૪ સ્થળે પાર્કિંગ બનાવાયા છે અને અમુક રૂટ પર વાહન પ્રતિબંધ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું સઘન ચેકિંગ હાથ ધરાશે. તંત્ર દ્વારા પોરબંદરવાસીઓને પરિવાર સાથે મેળો માણવા અપીલ કરાઈ છે.

