VIDEO: દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા-પોરબંદર રોડ પરથી એલ્યુમિનિયમ અને કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર રોડ પર આવેલી એક કંપનીમાંથી એલ્યુમિનિયમ અને કોપર વાયરની ચોરીનો મોટો ભેદ ઉકેલાયો છે. એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ફેન્સિંગ કાપીને કંપનીમાં ઘૂસી ચોરી કરનાર છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં રણજીત વાઢેલા, વિજય વાઢેલા, રામલાલ સોલંકી, મનસુખ સોલંકી, અનીલ સોલંકી અને મહેશ વઢીયારનો સમાવેશ થાય છે.આરોપીઓ સામે અગાઉ પણ ખંભાળિયા, લાલપુર, વડીનાર અને ગોંડલ જેવા પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં વપરાયેલ વાહન, વાયર અને રોકડ સહિત કુલ 9 લાખ 51 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

