VIDEO: પોરબંદરમાં મધદરિયે લહેરાયો તિરંગો: 26 વર્ષની અનોખી પરંપરા
સોર્સ : gstv
પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની અનોખી અને દેશભક્તિસભર ઉજવણી જોવા મળી હતી. 'શ્રી રામ સ્વિમિંગ ક્લબ' દ્વારા છેલ્લા 26 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ 15 ઓગસ્ટે મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારે પવન અને ઉછળતા દરિયાઈ મોજાં વચ્ચે પણ ક્લબના ઉત્સાહી સભ્યોએ સાહસપૂર્વક મધદરિયે પહોંચી તિરંગો ફરકાવ્યો હતો. દરિયાના મોજાં વચ્ચે રાષ્ટ્રગીતનું ગાન કરી ધ્વજને સલામી આપવામાં આવી હતી. જમીનથી દૂર સમુદ્રના પડકારો વચ્ચે યોજાયેલા આ અનોખા ધ્વજવંદને સૌ કોઈમાં ગૌરવ અને દેશભક્તિનો નવો સંચાર કર્યો હતો.

