VIDEO: પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપ ધરાશાયી, એકનું મોત, 10 લોકો ઈજાગ્રસ્ત
ગુજરાતના પોરબંદરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરનાં દર્શન માટે ઘેન્દ્રાવેલા મંડપમાં આજે વહેલી સવારે તૂટી પડતા ગંભીર દુર્ઘટના બની હતી. સવારે મંડપ ઉભો કરતી વખતે એક દોરી તૂટી પડતાં મંડપ અચાનક ધરાશાયી થયો હતો.
એકનું મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત
આ દુર્ઘટનામાં એક દર્શનાર્થીનું મોત થયું છે, જ્યારે 8 થી 10થી વધુ લોકોને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

