Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Women put up boards stating that Radhanpur Municipality President is missing, staged a fierce protest

VIDEO: રાધનપુર નગરપાલિકા પ્રમુખ ગુમ છે ના મહિલાઓએ લગાવ્યા બોર્ડ, કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણની રાધનપુર નગરપાલિકામાં મહિલાઓએ નગરપાલિકા પ્રમુખની ગેરહાજરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. નગરસેવક જયાબેન ઠાકોરની આગેવાનીમાં મહિલાઓએ પ્રમુખના કાર્યાલયે પહોંચી પ્રમુખ ગુમ છે લખેલું બોર્ડ ખુરશી પર લગાવ્યું.

App Store

 સમસ્યાઓએ નાગરિકોમાં રોષ ફેલાવ્યો

શહેરના રોડ-રસ્તા, ખુલ્લી ગટરો, નિષ્ક્રિય સ્ટ્રીટ લાઈટો, રખડતાં ઢોર, પીવાના પાણીની અછત, વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવની સમસ્યાઓએ નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે. મહિલાઓએ સફાઈકર્મચારીઓ માટે સુરક્ષા કિટ અને પગાર વધારાની માંગ ઉઠાવી. શહેરની વસ્તીની સરખામણીએ કર્મચારીઓની અપૂરતી સંખ્યા મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.

ટોપિક્સ:gstvpatanradhanpurgujarat