VIDEO: રાધનપુરના સુલતાનપુરા વાડી વિસ્તારમાં દસ દિવસથી જળબંબાકાર
સોર્સ : gstv
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી વરસાદી પાણી ભરાઈ રહેવાથી અંદાજે વીસ જેટલા ઘરો પાણીમાં ડૂબી ગયા છે. મુખ્ય નાળું બ્લોક થઈ જવાથી પાણીનો નિકાલ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક ઠાકોર પરિવારના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.ઘરોની આસપાસ ભરાયેલા ગંદા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. નાના બાળકો તથા વૃદ્ધોનું જીવન મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે રોષે ભરાયેલા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ૩૬ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

