VIDEO: પાટણ અને રાધનપુરના ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલું વાક-યુદ્ધ હવે રાજકીય તણાવનું કેન્દ્ર બન્યું
સોર્સ : gstv
ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના પાટણ અને રાધનપુરના ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલું વાક-યુદ્ધ હવે રાજકીય તણાવનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓની વાતચીતના કારણે રાજકીય વાતાવરણ ઘેરાયું છે.
ધારાસભ્ય કિરીટ પટેલે જન આક્રોશ રેલીમાં ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને નાચવા વાળા ધારાસભ્ય કહ્યા
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જન આક્રોશ રેલીમાં રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને નાચવા વાળા ધારાસભ્ય કહીને મજાક ઉડાવી હતી.તેના જવાબમાં લવિંગજી ઠાકોરે એક વિડિયો બનાવી કિરીટ પટેલને દારૂડિયા કહ્યા હતા.
કિરીટ પટેલે લવિંગજીને પડકાર ફેંક્યો છે કે, જો હું દારૂ પીતો હોઉં તો સાબિત કરી બતાવો
કિરીટ પટેલે લવિંગજીને પડકાર ફેંક્યો છે કે, જો હું દારૂ પીતો હોઉં તો સાબિત કરી બતાવો. સાથે જ, તેમણે લવિંગજી ઠાકોરને જો તેઓ સંત હોય તો રાધનપુર વિસ્તારમાં ચાલતી દારૂ-જુગારની બદીઓ બંધ કરાવવા માટે પણ પડકાર આપ્યો છે.

