Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: 'Real Hero' in the faith of Gauseva: Sonu Sood receives emotional welcome at Varahi's crowded Gaushala, takes blessings of Gaumata

VIDEO: ગૌસેવાના પંથે 'રિયલ હીરો': વારાહીની ભીડભંજન ગૌશાળામાં સોનુ સુદનું ભાવભીનું સ્વાગત, ગૌમાતાના આશીર્વાદ લીધા

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બોલિવૂડના પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા તથા સમાજસેવી સોનુ સુદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી શ્રી ભીડભંજન ગૌશાળાની મુલાકાત લીધી હતી. સોનુ સુદના આગમનથી સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો હતો. તેમને એક નજર જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ગૌશાળા પરિસરમાં ભીડ ક્યારેક બેકાબૂ બની હતી.

App Store

સોનુ સુદે ગૌશાળા પહોંચતા જ પરંપરાગત રીતે ગૌમાતાનું પૂજન કર્યું હતું. તેમણે ગાયોને ગોળ ખવડાવી ગૌસેવાનો સંદેશ આપ્યો હતો. ગૌશાળામાં રહેલા હજારો ગૌધન પ્રત્યે તેમણે લાગણી અને આત્મિયતા વ્યક્ત કરી હતી. સોનુ સુદે જણાવ્યું હતું કે ગૌસેવા માત્ર ધાર્મિક નહીં પરંતુ માનવતાની પણ મહત્વપૂર્ણ ફરજ છે.

ગૌપૂજન અને ગૌસેવા

વારાહી સ્થિત શ્રી ભીડભંજન ગૌશાળામાં હાલમાં 6 હજારથી વધુ ગૌધનની સંભાળ રાખવામાં આવે છે. ગૌશાળામાં ગાયોના આરોગ્ય, આહાર અને સંરક્ષણ માટે આધુનિક સુવિધાઓ સાથે સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે. સોનુ સુદે ગૌશાળાના સેવાભાવી કાર્યોને બિરદાવ્યા હતા અને સંસ્થાને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન સંસ્થાની વિસ્તરણ યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ગોસન ગામ ખાતે અંદાજે 800 એકર વિસ્તારમાં આ સંસ્થાની અધ્યતન ગૌશાળા નિર્માણ પામી રહી છે. આવનાર સમયમાં આ ગૌશાળાના લાભાર્થે ભવ્ય ડાયરા (સાંસ્કૃતિક કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવશે, જેમાં સોનુ સુદ પણ ખાસ હાજરી આપશે તેવી માહિતી આપવામાં આવી છે.

ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહી લોકસંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ રજૂ કરશે. આ કાર્યક્રમ દ્વારા ગૌશાળાના વિકાસ અને ગૌસેવા માટે લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. સોનુ સુદની આ મુલાકાતથી ગૌશાળાના સેવાકાર્યોને નવી ઓળખ મળી છે તેમજ સ્થાનિક લોકોમાં ગૌસેવા પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો છે.

ચાહકોની ભીડ બેકાબૂ બની

સોનુ સુદના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા વારાહી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. પોતાના પ્રિય કલાકારની એક ઝલક મેળવવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોમાં ભારે હોડ જામી હતી. ભીડ એટલી મોટી હતી કે એક સમયે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી, જેને કાબૂમાં લેવા માટે આયોજકો અને સુરક્ષા કર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.