Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Be careful Mehsana residents! Power outage for 9 hours on Sunday, know which areas will remain dark

VIDEO: સાવધાન મહેસાણાવાસીઓ! રવિવારે 9 કલાક સુધી વીજળી ગુલ, જાણો કયા વિસ્તારોમાં અંધારપટ રહેશે?

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આગામી રવિવાર, 11 જાન્યુઆરી 2026ના રોજ વીજ તંત્ર દ્વારા મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 66 KV મહેસાણા સબ સ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરીને પગલે મહેસાણા-1 અને મહેસાણા-2 (હાઈવે) હેઠળ આવતા અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

App Store

મહેસાણા-1 વિભાગની વિગતો મુજબ રવિવારે સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી ગોપીનાળા, સીટી ફીડર, રોહિત નગર, માર્કેટ યાર્ડ, આશ્રમ, ગૌરવ, એગ્રો, સોમનાથ, અયોધ્યા નગર અને અમરપુરા ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક અને વ્યાપારિક ગ્રાહકોને પાવર કટનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે શોભાસણ રોડ સિવાય મહેસાણા-1ના તમામ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજળી ઉપલબ્ધ રહેશે નહીં.

બીજી તરફ મહેસાણા-2 એટલે કે હાઈવે વિસ્તારમાં પણ હાઈવે ફીડર, રાજકમલ, સર્કિટ હાઉસ, જીડીસીએલ, નાગલપુર અને ડેરી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જેમાં ખાસ કરીને રામોસણા રોડ, રાધનપુર રોડ (કમળ પથ સુધી), જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ તેમજ સર્કિટ હાઉસની સામેના રોડથી મોઢેરા ચાર રસ્તા સુધીના વિસ્તારો પ્રભાવિત થશે.

વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ગમે ત્યારે પુનઃ સ્થાપિત કરવામાં આવશે. રવિવારના રજાના દિવસે જ લાંબા સમયનો પાવર કટ હોવાથી નાગરિકોને પોતાના જરૂરી કામો વહેલા પતાવી લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.