Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : PM Modi's 'Shakti Parvas' in Gujarat: From chanting Omkar Mantra in Somnath to Metro-2 in Ahmedabad, know the minute-by-minute program

PM મોદીનો ગુજરાતમાં 'શક્તિ પ્રવાસ': સોમનાથમાં ઓમકાર મંત્ર જાપથી લઈને અમદાવાદમાં મેટ્રો-2 સુધી, જાણો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2026
લાઇવ ટીવીGoogle News
PM મોદીનો ગુજરાતમાં 'શક્તિ પ્રવાસ': સોમનાથમાં ઓમકાર મંત્ર જાપથી લઈને અમદાવાદમાં મેટ્રો-2 સુધી, જાણો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
સોર્સ : GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે પધારી રહ્યા છે. આ પ્રવાસનો પ્રારંભ તેઓ આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી કરશે. સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી રાજકોટ અને અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.

App Store

PM મોદીનો ગુજરાત પ્રવાસ: આસ્થા, વિકાસ અને રાજદ્વારી મુલાકાતોનો રોડમેપ

10 જાન્યુઆરી: સોમનાથમાં ભક્તિમય આગમન- વડાપ્રધાનના પ્રવાસનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી થશે.

સાંજે: પીએમ મોદી સોમનાથ પહોંચશે.

રાત્રે 8:00 કલાકે: સોમનાથ મંદિરમાં આયોજિત પવિત્ર 'ઓમકાર મંત્ર જાપ'માં વડાપ્રધાન સહભાગી થશે.

ડ્રોન શો: મંત્ર જાપ બાદ તેઓ સોમનાથ મંદિરના આકાશમાં યોજાનારા ભવ્ય ડ્રોન શો ને નિહાળશે.

રાત્રિ રોકાણ: વડાપ્રધાન રાત્રિ રોકાણ સોમનાથમાં જ કરશે.

11 જાન્યુઆરી: સોમનાથથી રાજકોટ અને અમદાવાદનો પ્રવાસ
બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.

સવારે 9:45 કલાકે: સોમનાથમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે.

સવારે 10:15 કલાકે: સોમનાથ મહાદેવના દર્શન અને વિધિવત પૂજા-અર્ચના કરશે.

સવારે 11:00 કલાકે: એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.

બપોરે 2:00 કલાકે (રાજકોટ): રાજકોટમાં રિજનલ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.

સાંજે 5:15 કલાકે (અમદાવાદ/ગાંધીનગર): અમદાવાદ મેટ્રો રેલના ફેઝ-2નું મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી ઉદ્ઘાટન કરશે.

રાત્રિ રોકાણ: પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રોકાશે.

12 જાન્યુઆરી: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને રાજદ્વારી બેઠકો
પ્રવાસના ત્રીજા દિવસે ગુજરાતના આંગણે જર્મનીના ચાન્સેલરનું સ્વાગત થશે.

જર્મન ચાન્સેલર સાથે મુલાકાત: પીએમ મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

સવારે 9:30 કલાકે: બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપશે.

સવારે 10:30 કલાકે: રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે.

સવારે 11:15 કલાકે (મહાત્મા મંદિર): ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં કરારો અને દ્વિપક્ષીય મુલાકાતો યોજાશે.