Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Video/ Patan Municipality , rebellion in BJP and lockdown of Congress office

Video/ Patan પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આવી સ્થિતિ, ભાજપમાં બળવો અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ શહેરના રાજકારણમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. એક તરફ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી છે, તો બીજી તરફ પાટણ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ અને બળવાખોર જૂથ ફરી સક્રિય થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

App Store

પાલિકામાં ભાજપના બે જૂથો આમને-સામને

પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે સીધો જંગ છેડાયો છે. પાલિકા પ્રમુખે નિયત સમયમાં સામાન્ય સભા ન બોલાવતા, ઉપપ્રમુખ હીનાબેન શાહ દ્વારા બહુમતી સભ્યોના સમર્થન સાથે સત્તાની રૂએ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સ્થિતિને 'સ્ત્રીહઠ' ના કારણે ઉભી થયેલી પ્રથમ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

6 જાન્યુઆરીએ મળશે સામાન્ય સભા

ઉપપ્રમુખ હીનાબેન શાહે જણાવ્યું છે કે, આગામી 6 જાન્યુઆરીએ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવા માટે સામાન્ય સભા યોજવામાં આવશે. ભાજપમાં ઉકળતા ચરુ જેવી આ સ્થિતિએ શહેરના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.