Patan: હારીજમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાયેલા 10 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત

સોર્સ : GSTV
પાટણના હારીજના ભીલવાસમાં 25મી ડિસેમ્બરે પતંગ ચગાવવા ઘરના ધાબા પર ગયેલા 10 વર્ષીય બાળક નીરજ રાવળ નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.માથાની ગંભીર ઈજાને કારણે તેને પ્રથમ હારીજના ખાનગી દવાખાનામાં અને પછી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

