VIDEO: પાટણના સાંતલપુર અને રાધનપુરમાં કુલ ૩૦ ઈંચ વરસાદથી જળબંબાકાર!
સોર્સ : gstv
પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર પંથકમાં અનરાધાર વરસેલા કુલ ૩૦ ઈંચ વરસાદે ભારે વિનાશ નોતર્યો છે. સતત મુશળધાર વરસાદના કારણે રોડ-રસ્તાઓ જળમગ્ન બનતાં ઝઝામ-ફાંગલી માર્ગ પર પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે એક વાહન ફસાઈ ગયું હતું. ભુજના ખાવડાથી રાજસ્થાનના બાડમેર તરફ જઈ રહેલા આ વાહનમાં સવાર ૮ લોકો પૂરના પાણીમાં ફસાતાં મોટી આફત સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ ૮ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષાના ભાગરૂપે ફાંગલી પ્રાથમિક શાળા ખાતે સલામત આશ્રય આપવામાં આવ્યો છે.

