VIDEO: પાટણના ગુંગડી તળાવમાંથી બનેલું આનંદ સરોવર નગરપાલિકાની બેદરકારીથી ફરી ઉજ્જડ બન્યું
સોર્સ : gstv
પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મહેનત તેમજ લોકભાગીદારીથી ગુંગડી તળાવને રી-ડેવલપ કરીને સુંદર 'આનંદ સરોવર' પિકનિક પોઇન્ટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ નગરપાલિકાની ગંભીર બેધ્યાનતાને કારણે આ આકર્ષક સ્થળ ફરી એકવાર વેરાન બની રહ્યું છે. હાલમાં સમગ્ર સરોવર પર જંગલી વનસ્પતિ એવી જળકુંભી વેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેણે આખા વિસ્તારને પોતાના ભરડામાં લઈ લીધો છે. વરસાદની મોસમમાં આ જળકુંભી સરોવરમાં છલોછલ દેખાઈ રહી છે. ગાંધીનગર આરસીએમ કચેરીથી આવેલા પાટણના પૂર્વ ચીફ ઓફિસર મનોજ સોલંકીએ ગઈકાલે આ સ્થળની મુલાકાત લીધી હતી અને સરોવરને પુનઃ સુંદર બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. હવે નગરપાલિકા આ જળકુંભી દૂર કરવા કેવા અને કેટલા ઝડપી પગલાં લેશે, તે જોવું રહ્યું.

