Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Big gap in Kutch Narmada Canal near Santalpur of Patan causing great concern among farmers.

VIDEO: પાટણના સાંતલપુર નજીક કચ્છ નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં ખેડૂતોમાં ભારે ચિંતા.

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે. કેનાલની કોંક્રીટ લાઇનિંગના મોટા-મોટા સ્લેબ તૂટી પડ્યા છે અને પાળનો એક બહુ મોટો ભાગ ધસી ગયો છે, જેના કારણે સ્થળ પર થયેલું નુકસાન અત્યંત ગંભીર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે હાલ કેનાલમાંથી પાણી બહાર વહી રહ્યું નથી, પરંતુ જો સમયસર આ તૂટેલી પાળનું સમારકામ કરવામાં નહીં આવે તો કેનાલને વધુ મોટું નુકસાન પહોંચવાની અને પાણીનો મોટો બગાડ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં વ્યાપક ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store