Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : The red eye of the Patan system against adulterers! More than 1100 kg of pasta-masala seized from the factory of Siddhapur GIDC!

VIDEO: ભેળસેળિયાઓ સામે પાટણ તંત્રની લાલ આંખ! સિદ્ધપુર GIDCની ફેક્ટરીમાંથી ૧૧૦૦ કિલોથી વધુ પાસ્તા-મસાલાનો જથ્થો જપ્ત!

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર સેદરાણા GIDCમાં આવેલા ધારીવાલા ફુડ્સ યુનિટમાં ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન પાસ્તા, ફ્રાઈન્સ મસાલા, સિઝનીંગ મસાલા, પાસ્તા મસાલા, રીંગ ફાઈમ્સ અને પામોલીન તેલના કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. યુનિટમાંથી 1 હજાર 117 કિલો જથ્થો અને 792 પેકેટ મળી કુલ 1 લાખ 24 હજાર 260નો માલ સીઝ કરવામાં આવ્યો છે. ખામીઓ મળતા ફૂડ બિઝનેસ ઓપરેટરને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે.

App Store