Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Radhanpur / Farmer demands justice from government and administration

VIDEO: પાટણ / રાધનપુરમાં ખનન માફિયાઓ બેફામ, આક્ષેપ સાથે ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના રાધનપુરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ખેડૂતે સરકાર અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે. ખેડૂતના જણાવ્યા મુજબ, સર્વે નંબર 242માં આવેલી તેની 10 વીઘા જમીનમાંથી રાતોરાત ગેરકાયદે ખનન કરવામાં આવ્યું છે. ત્રણ વીઘાથી વધુ જમીન ખોદી માટી વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. મામલે ખેડૂતે મામલતદાર, પોલીસ અને ખાણ-ખનીજ વિભાગમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી ન થતાં અસંતોષ વ્યક્ત કર્યો છે.

App Store