Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan: Rally and dharna protest held by Congress demanding resignation of Chief Election Commissioner

VIDEO: પાટણ: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલી અને ધરણા પ્રદર્શન યોજાયું

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ વિશાળ રેલી યોજીને પ્રાંત કચેરી ખાતે પહોંચીને ધરણાં યોજ્યાં હતાં….આ રેલી અને ધરણાં દરમિયાન કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચારો પોકારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા અને અનિયમિતતાના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધના ભાગરૂપે પાટણમાં પણ આ આંદોલન કરવામાં આવ્યું હતું, જેના કારણે કચેરી પરિસરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

App Store