VIDEO: પાટણ: નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે નવરાત્રીનો ધામધૂમથી પ્રારંભ, ભક્તોમાં ભારે ઉત્સાહ
સોર્સ : gstv
ભક્તિ અને આસ્થાના પાવન પર્વ નવરાત્રીની ઐતિહાસિક નગરી પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે ભક્તિમય માહોલમાં શરૂઆત થઈ છે. નવ દિવસ સુધી ચાલનાર આ પર્વમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના અને ઘટસ્થાપન વિધિ યોજાઈ રહી છે. સોલંકી યુગના આ પ્રાચીન મંદિરમાં દરરોજ માતાજીને બેંગલુરુ અને કોલકાતાના ફૂલો તેમજ આભૂષણોની દિવ્ય આંગી સજાવવામાં આવશે….માતાજીને કપૂરનાં પાન અર્પણ કરવાની અને રોજ ૪૦ પાનનાં બીડાં પ્રસાદમાં આપવાની અનોખી પરંપરા છે. નવરાત્રીની પાંચમ અને આઠમનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે, જેનાથી સમગ્ર નગરીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

