Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Patan: Gamkhwar accident near Biliya village of Siddhapur, two farmers killed

VIDEO: પાટણ: સિદ્ધપુરના બિલિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, બે ખેડૂતોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારની અડફેટે બાઈક પર સવાર બે ખેડૂતોનાં મોત નિપજ્યાં છે. ખેતરેથી ઘરે પરત ફરી રહેલા પાડોશી ખેડૂતો નવીન હરગોવન પટેલ અને અંબારામ મોતી પટેલ આ અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા ખસેડતી વખતે અંબારામભાઈનું તથા સારવાર દરમિયાન નવીનભાઈનું નિધન થયું. અકસ્માત સર્જી વાહન મૂકી અજાણ્યો કાર ચાલક સ્થળ પરથી ભાગી ગયો છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક જ મહોલ્લાના બે ખેડૂતોના મોતથી ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે.

App Store