VIDEO/ પાટણ: સાંતલપુરના સીધાડા ગામેડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
સોર્સ : GSTV
પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો (Bogus Doctors) વિરુદ્ધ એસ.ઓ.જી. પોલીસે લાલ આંખ કરી છે. સાંતલપુર તાલુકાના સીધાડા ગામે કોઈ પણ માન્ય ડિગ્રી વગર ગરીબ અને અભણ દર્દીઓની સારવાર કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.
-
આરોપી: પોલીસે સીધાડા ગામેથી હનીફ ઉર્ફે મિસ્બા રસુલભાઈ ઠેબા નામના યુવકને તબીબી સારવાર (Medical Treatment) આપતા રંગેહાથ ઝડપ્યો છે.
-
મોડસ ઓપરેન્ડી: આરોપી એક દસ બાય દસની નાની ખોલીમાં દવાખાનું ખોલીને ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો.
-
મુદ્દામાલ: પોલીસ રેડ (Police Raid) દરમિયાન સ્થળ પરથી રૂ. 5181ની કિંમતના મેડિકલ સાધનો અને દવાઓનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

