VIDEO: Patan / ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું; હારીજમાં રાસ-ગરબા અને DJ પરના પ્રતિબંધના ધજાગરા ઉડતા વિવાદ
સોર્સ : GSTV
પાટણ જિલ્લામાં ઠાકોર સમાજનું બંધારણ ફરી તૂટ્યાની ઘટના સામે આવી છે. હારીજ વિસ્તારમાં સમાજ દ્વારા બનાવેલા નિયમોનો ભંગ થવાથી વિવાદ ઊભો થયો છે. માહિતી મુજબ સમાજ બહાર કરાયેલા કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં ભવ્ય રાસ-ગરબા યોજાતા બંધારણના ધજાગરા ઉડ્યા છે. અગાઉ ઓગળધામ ખાતે કુરિવાજો અટકાવવા રાસ-ગરબા અને DJ પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમ છતાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગે આ ઘટના બની. સમાજે દંડકીય કાર્યવાહી પણ કરી છે. હવે આગળની કાર્યવાહી માટે બેઠક બોલાવવામાં આવી છે.

