પાટણ: ડીસાની ઘટના બાદ પાટણમાં ફટાકડાની બે દુકાનો કરી સીલ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં ડીસાની ઘટના બાદ પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર એકાએક સતર્ક થયું હોય તેમ લાગે છે. પાટણ શહેરમાં ફટાકડાની બે દુકાનો સીલ કરવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી સાથે જ જિલ્લામાં ફટાકડાના પરવાનેદાર વેપારીઓની માહિતી અંગે તંત્રની તૈયારી અધૂરી જણાય છે. ફોજદારી શાખા દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી છે, અને કલેક્ટરે પણ આ અંગે સ્પષ્ટ જવાબ આપવાને બદલે માહિતીનો અભાવ હોવાનું સ્વીકાર્યું છે.
ફટાકડાની બે દુકાનો સીલ કરાઈ
જિલ્લામાં ફટાકડાના પરવાનેદાર કુલ 17 વેપારીઓ છે, જેમાં પાટણ શહેરમાં 9, સિદ્ધપુરમાં 1, ચાણસ્મામાં 2, હરિજમાં 4 અને સાંતલપુરમાં 1 વેપારીનો સમાવેશ થાય છે.
તૈયારીના અભાવથી સવાલ ઊભો
આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વેપારીઓના લાયસન્સ રીન્યુ થયા છે કે નહીં, તેની કોઈ ચોક્કસ માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ નથી. આવી અધૂરી માહિતી અને તૈયારીના અભાવથી સવાલ ઊભો થાય છે કે શું આ કાર્યવાહી માત્ર દેખાડો છે, કે પછી ખરેખર સલામતી માટેનું નક્કર પગલું છે?

