VIDEO: પાટણ / રાધનપુર ન.પા.માં ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ, ભાજપના કાર્યકરએ 6 કરોડ રૂ.થી વધુના કામોમાં ગેરરીતિ કર્યાના આક્ષેપ
સોર્સ : gstv
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. ભાજપના કાર્યકર નીતિન મહેતાએ અંદાજિત 6 કરોડ રૂપિયાથી વધુના કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, ચોક્કસ એજન્સીઓને લાભ પહોંચાડવાના હેતુથી ટેન્ડરમાં બિનજરૂરી શરતો ઉમેરવામાં આવી છે. બજારભાવ કરતાં 40થી 50 ટકા ઊંચા ભાવે કામો ફાળવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે નગરપાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારોબારી ચેરમેન દેવજીભાઈ પટેલ પર મનમાની અને લોકોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

