VIDEO: કેનાલની જમીન પર ગેરકાયદે ઘેરાબંધી
સોર્સ : gstv
સાંતલપુરના ફાગલીમાં નર્મદા કેનાલ માટે સંપાદિત જમીન પર ગેરકાયદે ઘેરાબંધીનો આક્ષેપ થતાં વિવાદ સર્જાયો છે. શંકરભાઈ વશરામભાઈ દ્વારા સરકારી જમીન પર ફેન્સિંગ તાર અને થાંભલા નાખી કબ્જો કરાયાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત નાગરિક ગોવાભાઈ આહીરે સ્થળ પર વિરોધ નોંધાવી તંત્રનું ધ્યાન દોર્યું છે. સરકારી જમીન પચાવી પાડવાના આક્ષેપથી સ્થાનિકોમાં રોષ છે. હવે તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

