Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Farmers of Amod are furious over canal not being cleaned, will stage a fierce protest if water is not provided

VIDEO: કેનાલની સફાઈ ન થતા આમોદના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ, પાણી નહીં મળે તો કરીશું ઉગ્ર આંદોલન

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના આમોદ તાલુકાના ગામડાઓના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે આમોદ તાલુકાના અનેક ગામડાના ખેડૂતોને આજે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, રોજા ટંકારીયા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં  ઝાડી-ઝાંખરથી ભરેલું જંગલ બની ગઈ છે.

App Store

“જો નહેર માટે કરોડો રૂપિયાનો બજેટ હોય, તો એ રૂપિયા ગયા ક્યાં?”

સ્થાનિક ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે પાંચ દિવસમાં પાણી નહીં મળે તો અમે નહેર સાફ કરવાની કોઈ જવાબદારી લેશું નહીં. સરકારી નાણાંના નામે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની રમત હવે ચાલશે નહીં.

નહેર બને ત્યારથી લઈને આજદિન સુધી સાફ-સફાઈ કરવામાં આવી જ નથી કે શું? દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે. ઝાડ, ઝાંખર, ગંદકી અને ગાદથી નહેર સંપૂર્ણ રીતે અવરોધાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો સુધી એક ટીપું પણ પાણી પહોંચતું નથી.આ પરિસ્થિતિએ આમોદ, જંબુસર અને ભરૂચના નહેર વિભાગના અધિકારીઓ સામે ઘોર બેદરકારી, ઉદાસીનતા અને ખેડૂત વિરોધી વલણના ગંભીર આક્ષેપો ઊભા કર્યા છે. ખેડૂતોનો સીધો સવાલ છે.

ટોપિક્સ:bharuchaamod villagefarmergstv