VIDEO: પાટણ નગરપાલિકાની 44 બેઠકોની ચૂંટણી પૂર્વે શહેરીજનોમાં ભારે નારાજગી, વિકાસના નામે માત્ર પોકળ દાવા!
સોર્સ : GSTV
26 એપ્રિલના રોજ યોજાનારી પાટણ નગરપાલિકાની 44 બેઠકોની ચૂંટણી પૂર્વે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. GSTV દ્વારા લેવામાં આવેલા જનતાના અભિપ્રાયમાં લોકોએ પૂર્વ નગરસેવકોની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
તૂટેલા રસ્તા, ગંદકી અને રખડતા પશુઓનો ત્રાસ વકર્યો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરમાં તૂટેલા રસ્તા, ગંદકી અને રખડતા પશુઓનો ત્રાસ વકર્યો છે. ખાસ કરીને આનંદીબેન પટેલના પ્રયાસોથી બનેલું 'આનંદ સરોવર' હાલ વેરાન હાલતમાં છે. મહિલાઓએ પણ પાયાની સુવિધાઓ અને સુંદર બગીચાઓના અભાવ અંગે બૂમો પાડી છે. પ્રજાના મતે પાલિકાએ વિકાસના નામે માત્ર પોકળ દાવા જ કર્યા છે.

