VIDEO: Patanમાં SIRની કામગીરી સામે ઉઠ્યા સવાલ, ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી પૂર્વ કલેકટરનું નામ કમી કરવાનું જ ભૂલી ગયું!
સોર્સ : GSTV
પાટણ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એઆઈઆરની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કારણ કે પાટણના પૂર્વ કલેકટરની બદલીના એક વર્ષ બાદ પણ હજુ તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યુ નથી. પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદીમાં પૂર્વ કલેકટર અરવિંદ વિજયન અને તેમની પત્નીનું નામ ફોટા સાથે જોવા મળતા તંત્ર દોડતું થયું છે.
નવાઈની વાત એ છે કે અરવિંદ વિજયનની બદલી થયાને એક વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં 'સર'ની કામગીરીમાં આ મોટી ક્ષતિ રહી ગઈ છે. સામાન્ય જનતાના નામ સુધારવામાં કડક નિયમો રાખતું તંત્ર જ્યારે પોતાના જ પૂર્વ ઉચ્ચ અધિકારીનું નામ હટાવવાનું ભૂલી જાય, ત્યારે આ 'સર'ની કામગીરીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે.

