VIDEO: પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં મંદિર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
સોર્સ : gstv
પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીના ગુનામાં પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને ચાર મોબાઈલ સહિત કુલ 6 લાખ 70 હજાર 584 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલનો સમાવેશ થાય છે. પોલીસે 22 મંદિર ચોરીના ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

