Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Isam apprehended with two country guns in Mehsana

VIDEO: મહેસાણામાં બે દેશી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના સતલાસણા તાલુકાના ગોઠડા ગામ નજીકથી બે દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો છે. લડાઈવાળી નદી નજીક વિક્રમ ઠાકોર બે બંદૂક સાથે ઉભો હોવાની બાતમીના આધારે મહેસાણા LCB પોલીસે કાર્યવાહી કરી હતી. તેની મીણીયાની થેલીમાંથી બે દેશી બંદૂક, 22 લોખંડના છરા, ગન પાવડર અને બંદૂકની 30 કેપ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં વિક્રમ ઠાકોરે દાંતા તાલુકાના રંગપુરના દશરથ ઠાકોર પાસેથી બંદૂક લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

App Store