VIDEO: મહેસાણામાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, 6 આરોપી ઝડપાયા
સોર્સ : gstv
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે ભાવેશ ઝીલીયા પર જીવલેણ હુમલો અને ફાયરિંગ કરનાર છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કારની ટક્કર મારી સ્કોર્પિયો ગાડીથી હુમલો કર્યો હતો. પોલીસે હુમલામાં વપરાયેલી ત્રણ ગાડીઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં મુખ્ય કાવતરાખોર જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા હજુ પોલીસ પકડથી ફરાર છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે.

