VIDEO: મહેસાણામાં 'સમરસ વિદ્યા સેતુ' ઉજવાયો: ૧૦,૧૬૪ શાળા છોડેલા બાળકો ફરી શિક્ષણના પ્રવાહમાં જોડાયા
સોર્સ : gstv
મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ શાળા છોડી ગયેલા ૧૦ હજાર ૧૬૪ બાળકોને શોધીને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંત્રીએ શિક્ષકોને બાળકોમાં પુસ્તકિયા જ્ઞાન સાથે સારા સંસ્કાર અને કૃષિ ક્ષેત્રે રોજગારી માટે આત્મવિશ્વાસ કેળવવા આહ્વાન કર્યું હતું. સાંસદ હરિભાઈ પટેલે આ કામગીરીને બિરદાવી હતી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, કલેક્ટર સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

