VIDEO: મહેસાણામાં ૧૪૨ શિક્ષકોનું બોગસ સીસીસી સર્ટિફિકેટ કૌભાંડ સામે આવતા શિક્ષણ આલમમાં સનસનાટી
સોર્સ : gstv
મહેસાણા જિલ્લામાં શિક્ષકોનું સીસીસી (CCC) સર્ટિફિકેટનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં જિલ્લાના ૧૪૨ શિક્ષકોએ ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પ્રાથમિક સક્રિયતા દાખવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ શિક્ષકો પાસે ખુલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે. પ્રથમ તબક્કામાં વિસનગર તાલુકાના ૧૪ શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે અન્ય શિક્ષકો સામે પણ તબક્કાવાર કડક ખાતાકીય વારો લેવાશે. આ ઉપરાંત જિલ્લાફેર થઈને આવેલા અન્ય ૨૦૨ શિક્ષકોના સર્ટિફિકેટની પણ ઝીણવટભરી ચકાસણી શરૂ કરાઈ છે. સમગ્ર કૌભાંડ બાદ શિક્ષણ અધિકારીએ મીડિયા સામે મૌન સેવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

