Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A bike worth 40 thousand was stolen from outside the office in Mehsana, a police complaint was registered

VIDEO: મહેસાણામાં ઓફિસ બહારથી 40 હજારનું બાઇક ચોરાયું, પોલીસ ફરિયાદ નોંધાઇ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા શહેરમાં ચોરીની એક ઘટના સામે આવતા ચકચાર મચી છે. નાગલપુર રબારીવાસમાં રહેતા અને નોકરી કરતા રાજેશકુમાર રબારીનું 40 હજાર રૂપિયાની કિંમતનું બાઇક ચોરાયું છે. ગત 30 જુલાઈના રોજ તેઓ નાગલપુર હાઇવે પર પશાભાઈ પેટ્રોલ પંપ પાસે આવેલી ઓફિસે નોકરી માટે ગયા હતા. બપોરે બે વાગ્યે તેમણે બાઇક લોક કરીને રોડ સાઇડમાં પાર્ક કર્યું હતું. જોકે, સાડા ત્રણ વાગ્યે બહાર આવતા બાઇક ગાયબ જણાયું હતું. આસપાસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ માહિતી ન મળતાં તેમણે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News