VIDEO: મહેસાણામાં રખડતાં પશુઓથી મળશે કાયમી મુક્તિ
સોર્સ : gstv
મહેસાણા શહેરમાં વર્ષોથી ચાલતી રખડતાં પશુઓની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ઢોર વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા 5 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટથી 500થી વધુ પશુઓ રહી શકે તેવું આધુનિક પશુ ઘર બનાવવામાં આવશે, જેમાં શેડ, સારવાર, આહાર અને પાણીની સુવિધા મળશે. આ પ્રોજેક્ટથી શહેરના માર્ગો પર અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. તંત્રના આ નિર્ણયને સ્થાનિક આગેવાનો અને મનપાના હોદ્દેદારોએ આવકાર્યો છે.

