VIDEO: મહેસાણાના તરભ વાળીનાથ ધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું કર્યું લોકાર્પણ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ તરભ વાળીનાથ ધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્માણ પામેલા 'શ્રી વાળીનાથ ગુરુકુળ'નું ભવ્ય લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે વાળીનાથ મહાદેવના દર્શન-પૂજન કરીને મુખ્યમંત્રીએ સૌના કલ્યાણની મંગલ કામના કરી હતી તથા શિક્ષણ અને સંસ્કારના સમન્વયને વિકસિત ભારત માટે અત્યંત જરૂરી ગણાવ્યો હતો. મહંત જયરામગીરીજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે વાળીનાથ ધામમાં સોલર અને ઇલેક્ટ્રિકલ કામગીરી માટે ₹૨.૬૮ કરોડની ગ્રાંતની જાહેરાત કરી હતી. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું તથા આગામી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરવા સૌને ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવા ભાવભરી અપીલ કરી હતી

